KBCની મરાઠી આવૃત્તિમાં પહેલી વાર કોઈ મહિલા કરશે સંચાલન, ૨૪ વર્ષ પહેલાં પણ માધુરીએ એક શો હોસ્ટ કર્યો હતો
માધુરી દીક્ષિત
કૌન બનેગા કરોડપતિ (KBC)ની મરાઠી આવૃત્તિની નવી સીઝનમાં હોસ્ટ તરીકે માધુરી દીક્ષિત જોવા મળશે. ‘કોણ હોણાર કરોડપતિ’ માટે પહેલી જ વાર કોઈ મહિલાની પસંદગી કરવામાં આવી છે. આ મરાઠી શોની થીમ આ વખતે ‘આતા ખેળ બદલણાર’ રાખવામાં આવી છે. ૫૯ વર્ષની માધુરી આ અગાઉ ૨૪ વર્ષ પહેલાં અરેન્જ્ડ મૅરેજને લગતા એક રિયલિટી શો ‘કહીં ન કહી કોઈ હૈ’ને હોસ્ટ કરી ચૂકી છે.
