Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરોડોની ઑફર છતાં મલ્લિકા શેરાવતની બિગ બૉસ 20માં કામ કરવાની સ્પષ્ટ ના

કરોડોની ઑફર છતાં મલ્લિકા શેરાવતની બિગ બૉસ 20માં કામ કરવાની સ્પષ્ટ ના

Published : 03 September, 2026 02:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલ્લિકા શેરાવતે કરોડોની ફીની ઑફર હોવા છતાં ‘બિગ બૉસ 20’માં જોડાવાની ના પાડી છે. મલ્લિકાએ કહ્યું કે તેને શોનું ફૉર્મેટ પસંદ નથી અને ૨૪ કલાક કૅમેરાની નજર હેઠળ રહેવું પસંદ નથી.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત


મલ્લિકા શેરાવત હાલમાં રિયલિટી શો ‘ધ ટ્રેટર્સ 2’માં જોવા મળી રહી છે. આ દરમ્યાન તેને સલમાન ખાનના લોકપ્રિય રિયલિટી શો ‘બિગ બૉસ 20’માં જોડાવાની ઑફર મળી હોવાની ચર્ચા છે. જોકે મલ્લિકાએ આ ઑફર ઠુકરાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે કરોડો રૂપિયાની ફીની ઑફર હોવા છતાં ‘બિગ બૉસ’ના ઘરમાં જવા માગતી નથી. 
મલ્લિકાએ અગાઉ પણ જણાવ્યું હતું કે તેને ‘બિગ બૉસ’નું ફૉર્મેટ ક્યારેય પસંદ આવ્યું નથી. આ શોમાં સ્પર્ધકોને લાંબા સમય સુધી એક જ ઘરમાં રહેવું પડે છે અને ૨૪ કલાક કૅમેરાની નજર હેઠળ રહેવું પડે છે. મલ્લિકાને આ પ્રકારનું ફૉર્મેટ પસંદ નથી. તેણે અગાઉ ‘ખતરોં કે ખિલાડી’ જેવા રિયલિટી શોની ઑફર પણ ઠુકરાવી હોવાનો ખુલાસો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK