Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‍ગેટવે ઑફ ઇન્ડિયા પર આધુનિક જેટી બનાવવાની વિચારણા

‍ગેટવે ઑફ ઇન્ડિયા પર આધુનિક જેટી બનાવવાની વિચારણા

Published : 20 March, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેટવે ઑફ ઇન્ડિયા પર પાંચ જેટી છે જેમાંથી જેટી-નંબર એકથી ૪ સામાન્ય પ્રવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકાર ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક આધુનિક જેટી વિકસાવવાની યોજના બનાવી રહી છે એમ પોર્ટ્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર નિતેશ રાણેએ જણાવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે સાઉથ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પર જેટી-નંબર પાંચ સંબંધિત પરવાનગીઓ, ટૅરિફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફ્ટીને લગતા મુદ્દાઓ પણ કેન્દ્ર સમક્ષ ઉઠાવ્યા છે એમ નિતેશ રાણેએ બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું.

ગેટવે ઑફ ઇન્ડિયા પર પાંચ જેટી છે જેમાંથી જેટી-નંબર એકથી ૪ સામાન્ય પ્રવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને એનું સંચાલન મુંબઈ પોર્ટ ટ્રસ્ટ કરે છે. જેટી-નંબર પાંચનો ઉપયોગ મુખ્યત્વે પ્રાઇવેટ અને મોટી યૉટ્સ માટે કરવાનો પ્રસ્તાવ છે જેનાથી અન્ય જેટીઓ પર ભીડ ઓછી થવાની અપેક્ષા છે. રાજ્યએ ૧૬ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ પોર્ટ્સ, શિપિંગ ઍન્ડ વૉટરવેઝને પત્ર લખીને ટૅરિફ સ્ટ્રક્ચરને રિવ્યુ કરવાની માગણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK