પહેલાં આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને વહેલી રિલીઝ કરવામાં આવી રહી છે
‘મર્દાની’
રાની મુખરજીને ફરી સુપરકૉપ શિવાની શિવાજી રૉયના રોલમાં ચમકાવતી ‘મર્દાની’ ફ્રૅન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘મર્દાની 3’ ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. પહેલાં આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને વહેલી રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મની રિલીઝની તારીખની જાહેરાત સાથે યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રાની મુખરજી ભારતમાં ગુમ થયેલી બાળકીઓને શોધતી નજરે પડે છે. ફિલ્મમાં તેનું પાત્ર પહેલાંની જેમ જ મજબૂત છે, પરંતુ આ વખતે ઍક્શન વધુ જોરદાર જોવા મળશે. આ પોસ્ટરની સાથે કૅપ્શન લખવામાં આવી છે કે ‘જ્યાં સુધી તે બધાને બચાવી નહીં લે ત્યાં સુધી તે રોકાશે નહીં. નીડર પોલીસ-ઑફિસર શિવાની શિવાજી રૉય તરીકે રાની મુખરજી ફરી આવી રહી છે ‘મર્દાની 3’માં. બચાવ અભિયાન ૩૦ જાન્યુઆરીથી તમારા નજીકનાં સિનેમાઘરોમાં શરૂ થશે.’


