મુકેશ ખન્નાએ પોતાની જૂની ડિમાન્ડને ફરીથી વ્યક્ત કરી
મુકેશ ખન્ના
મુકેશ ખન્નાએ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ને બદલે ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત બનાવવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે તેઓ આ વાત અગાઉ પણ કહી ચૂક્યા છે અને હવે શક્ય એટલી વહેલી તકે ‘જન ગણ મન’ને હટાવીને ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત બનાવવું જોઈએ.
પોતાની લાગણી વ્યક્ત કરતાં મુકેશ ખન્નાએ દાવો કર્યો કે ‘જન ગણ મન’ મહારાણી એલિઝાબેથના સન્માનમાં લખવામાં આવ્યું હતું. પોતાની આ ડિમાન્ડ પાછળનું કારણ જણાવતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘મેં ત્રણ વર્ષ પહેલાં પણ કહ્યું હતું કે ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત બનાવવું જોઈએ. ‘વંદે માતરમ્’ દેશનું પોતાનું ગીત છે અને લતા મંગેશકરે એને ખૂબ જ સુંદર રીતે ગાયું છે. મેં પણ ‘વંદે માતરમ્’નું સાત મિનિટનું ગીત રેકૉર્ડ કર્યું છે અને આ ગીત ૬ મહિનામાં રિલીઝ થઈ જશે.’
