ફવાદ ખાન અને રાહત ફતેહ અલી ખાનને મળ્યા બાદ મુમતાઝે કહ્યું...
ફવાદ ખાનને અને સિંગર રાહત ફતેહ અલી ખાન , મુમતાઝ
મુમતાઝનું કહેવું છે કે પાકિસ્તાની આર્ટિસ્ટને ભારતમાં કામ કરવા દેવું જોઈએ. મુમતાઝ હાલમાં જ દુબઈમાં પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાનને અને સિંગર રાહત ફતેહ અલી ખાનને મળ્યાં હતાં. ફવાદ ખાને તેમના માટે સ્પેશ્યલ રેસ્ટોરાં બુક કરી હતી અને ડિનર કરાવ્યું હતું. રાહત ફતેહ અલી ખાન બીમાર હોવા છતાં તેમના માટે ગીત ગાયું હતું. તેમની મુલાકાત વિશે વાત કરતાં મુમતાઝ કહે છે, ‘તેઓ આપણાથી જરા પણ અલગ નથી. હું અને મારી બહેન જ્યાં પણ જઈએ છીએ ત્યાં અમને લોકો પ્રેમ આપે છે અને ગિફ્ટ આપે છે. એક આર્ટિસ્ટને એનાથી વધુ શું જોઈએ? તેમને મારી બધી ફિલ્મ અને બધાં ગીતો યાદ છે. તેમને ભારતમાં કામ કરવા માટે છૂટ આપી દેવી જોઈએ. તેઓ ટૅલન્ટેડ છે. એ વાત સાચી છે કે ભારતમાં ટૅલન્ટની કોઈ અછત નથી. જોકે તેમને પણ ચાન્સ મળવો જોઈએ.’

