Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૨૬ વર્ષ પછી નસીરુદ્દીન શાહનું તામિલ સિનેમામાં કમબૅક

૨૬ વર્ષ પછી નસીરુદ્દીન શાહનું તામિલ સિનેમામાં કમબૅક

Published : 11 July, 2026 10:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૦માં આવેલી આ ફિલ્મ તેમની છેલ્લી તામિલ ફિલ્મ હતી. હવે લગભગ ૨૬ વર્ષ બાદ તે ફરી એક વાર તામિલ ફિલ્મમાં જોવા મળશે.

નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ


દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ની સફળતાથી ખુશ છે. હવે તે ધનુષની આગામી ઍક્શન ડ્રામા ફિલ્મ ‘ઓમ’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ સાથે નસીરુદ્દીન શાહ લગભગ ૨૬ વર્ષ બાદ તામિલ સિનેમામાં જોવા મળશે. આ મોટા બજેટની ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવી રહી છે. 
‘ઓમ’ના નિર્માતાઓએ સોશ્યલ મીડિયા પર નસીરુદ્દીન શાહની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘‘ઓમ’ની દુનિયામાં એક શક્તિશાળી એન્ટ્રી. દિગ્ગજ નસીરુદ્દીન શાહ હવે આ મેગા ફિલ્મનો ભાગ બન્યા છે. ફિલ્મ ૧૬ ઑક્ટોબરે વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.’
નસીરુદ્દીન શાહ છેલ્લે કમલ હાસનની ફિલ્મ ‘હે રામ’માં જોવા મળ્યા હતા જેમાં તેમણે શાહરુખ ખાન સાથે મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ૨૦૦૦માં આવેલી આ ફિલ્મ તેમની છેલ્લી તામિલ ફિલ્મ હતી. હવે લગભગ ૨૬ વર્ષ બાદ તે ફરી એક વાર તામિલ ફિલ્મમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK