Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે મહારાષ્ટ્રના ૧૧૨ દેશદ્રોહીઓ ઓળખી કાઢ્યા 

ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે મહારાષ્ટ્રના ૧૧૨ દેશદ્રોહીઓ ઓળખી કાઢ્યા 

Published : 11 July, 2026 11:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની શહઝાદ ભટ્ટીની સાથે સોશ્યલ મીડિયામાં સંપર્ક ધરાવતા લોકોની પૂછપરછ શરૂ કરી ૧૪ ટીમે :  થાણે, કુર્લા, બાંદરા, જોગેશ્વરી, નવી મુંબઈ, મીરા રોડ, ભાઈંદર સહિત રાજ્યનાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા

ભારતના યુવાનોને ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટી કરવા ઉશ્કેરનારો આરોપી શહઝાદ ભટ્ટી

ભારતના યુવાનોને ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટી કરવા ઉશ્કેરનારો આરોપી શહઝાદ ભટ્ટી


સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સરકારી જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના હૅન્ડલર શહઝાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા લોકોની તપાસના ભાગરૂપે મહારાષ્ટ્રની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ રાજ્યભરમાં ૧૧૨ લોકોની ઓળખી કાઢ્યા છે અને શંકાસ્પદ ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટીઝ વિશે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. શુક્રવારે સવારે ૭ વાગ્યે ATSનાં ૧૪ યુનિટ દ્વારા એકસાથે તપાસ અને પૂછપરછ શરૂ થઈ હતી. શહઝાદ ભટ્ટી યુવાનોને ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટીઝમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો હતો એવી શંકાના આધારે ATS દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસના સંદર્ભમાં થાણે, કુર્લા, બાંદરા, જોગેશ્વરી, નવી મુંબઈ, મીરા રોડ, ભાઈંદર, સાંગલી, સાતારા અને છત્રપતિ સંભાજીનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK