Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવાઝુદ્દીન સિદ્દીકીને છે આધ્યાત્મિક ગુરુ ઓશોનું પાત્ર ભજવવાની ઇચ્છા

નવાઝુદ્દીન સિદ્દીકીને છે આધ્યાત્મિક ગુરુ ઓશોનું પાત્ર ભજવવાની ઇચ્છા

Published : 19 November, 2026 11:19 AM | Modified : 19 November, 2026 11:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની દમદાર ઍક્ટિંગ માટે જાણીતો છે. અત્યાર સુધીમાં નવાઝુદ્દીન અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનાં દિલ જીતી ચૂક્યો છે અને હવે તેની ઇચ્છા આધ્યાત્મિક ગુરુ અને દાર્શનિક ઓશોનું પાત્ર ભજવવાની છે.

નવાર્જુદ્દીન સિદ્દીકી અને ગુરુ ઓશો

નવાર્જુદ્દીન સિદ્દીકી અને ગુરુ ઓશો


નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની દમદાર ઍક્ટિંગ માટે જાણીતો છે. અત્યાર સુધીમાં નવાઝુદ્દીન અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનાં દિલ જીતી ચૂક્યો છે અને હવે તેની ઇચ્છા આધ્યાત્મિક ગુરુ અને દાર્શનિક ઓશોનું પાત્ર ભજવવાની છે.

હાલમાં એક કાર્યક્રમમાં નવાઝુદ્દીનને પૂછવામાં આવ્યું કે તે વાસ્તવિક જીવનની કઈ હસ્તીનું પાત્ર પડદા પર ભજવવા ઇચ્છશે ત્યારે તેણે જરા પણ વિલંબ કર્યા વિના ઓશોનું નામ લીધું હતું. પોતાની આ ઇચ્છા પાછળનું કારણ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘ઓશોની વિચારધારા, તેમનું વ્યક્તિત્વ, તેમની પર્સનાલિટી અને તેમની જીવનશૈલી મને ખૂબ આકર્ષે છે. જો મને ક્યારેય આવી તક મળી તો હું ચોક્કસ તેમનું પાત્ર ભજવવા ઇચ્છીશ. હું હંમેશાં ઍક્ટર જ બની રહેવા ઇચ્છું છું અને મને ડિરેક્શનમાં બિલકુલ રસ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK