Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ પોલીસે ૯૫૧ જેટલા શકમંદોને ભેગા કરીને આપી ચેતવણી નશાની બદીમાંથી બહાર આવી જાઓ, નહીં તો ખેર નથી

અમદાવાદ પોલીસે ૯૫૧ જેટલા શકમંદોને ભેગા કરીને આપી ચેતવણી નશાની બદીમાંથી બહાર આવી જાઓ, નહીં તો ખેર નથી

Published : 19 November, 2026 11:28 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદ શહેર પોલીસે એકઠા કરીને નશાની બદીમાંથી બહાર આવી જઈને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા તાકીદ કરી હતી.

તસવીરો : જનક પટેલ

તસવીરો : જનક પટેલ


ડ્રગ્સ-ફ્રી ગુજરાત માટે અમદાવાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં ગઈ કાલે અમદાવાદમાં પોલીસ હેડક્વૉર્ટ‍્રમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટના ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓ, ડ્રગ્સ-પેડલર્સ અને નશાકારક પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૯૫૧ જેટલા શંકાસ્પદ લોકોને અમદાવાદ શહેર પોલીસે એકઠા કરીને નશાની બદીમાંથી બહાર આવી જઈને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા તાકીદ કરી હતી. 

કેમ્બ્રિજ ડિક્શનરીમાં 2026નો વર્ડ ઑફ ધ યર બન્યો Human



આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચાઓ વચ્ચે કેમ્બ્રિજ ડિક્શનરીએ ‘human’ (માનવ) શબ્દને ‘વર્ડ ઑફ ધ યર 2026’ એટલે કે વર્ષ ૨૦૨૬નો શ્રેષ્ઠ શબ્દ જાહેર કર્યો છે. ડિક્શનરીમાં ‘human’ની વ્યાખ્યા ‘દેવતાઓ, પ્રાણીઓ કે મશીનોથી વિપરીત એવી વ્યક્તિ જેમાં માણસો જેવા ગુણો, ખામીઓ અને લાગણીઓ હોય’ એવી રીતે આપવામાં આવી છે. આ મુદ્દે કેમ્બ્રિજ ડિક્શનરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘AIને કારણે આ શબ્દનું મહત્ત્વ ઘટવાને બદલે એના પર ધ્યાન વધુ કેન્દ્રિત થયું છે. ‘Human’ (માનવ) શબ્દની પસંદગી એ AI યુગના એક મુખ્ય વિરોધાભાસને પ્રતિબિંબિત કરે છે: જેમ-જેમ ટેક્નૉલૉજી વધુ સક્ષમ બનતી જાય છે અને રોજિંદા જીવનમાં વધુ વ્યાપક બનતી જાય છે એમ નિર્ણયશક્તિ, સહાનુભૂતિ, સર્જનાત્મકતા અને પરસ્પર જોડાણ જેવા વિશિષ્ટ માનવીય ગુણોનું મૂલ્ય ફરીથી વધી ગયું છે. AIએ આ શબ્દને અપ્રસ્તુત બનાવવાને બદલે લોકો માનવ હોવા બાબતે કઈ બાબતોને મહત્ત્વ આપે છે અને ક્યાં માનવીય સ્વાયત્તતા કે નિર્ણયશક્તિ કેન્દ્રસ્થાને રહેવી જોઈએ એ તરફ ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું છે.’


વિનાશક વાવાઝોડું અક્વાન આવતી કાલે આંધ્ર પ્રદેશ તટ પર ત્રાટકશે : આંધ્ર પ્રદેશ અને ઓડિશાના સાત કોસ્ટલ જિલ્લાઓમાં ઑરેન્જ અલર્ટ, ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં રચાયેલું ચક્રવાતી તોફાન અક્વાન સતત આગળ વધી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગઈ કાલે સવારે એ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું ગઈ કાલથી ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આવતી કાલે બપોરે નૉર્થ આંધ્ર પ્રદેશ, યાનમ અને સાઉથ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો (નેલ્લોર અને વિશાખાપટનમ વચ્ચે)માં લૅન્ડફૉલ કરે એવી શક્યતા છે. અક્વાનના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશ અને નજીકના સાઉથ ઓડિશાના દરિયાકાંઠા માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ચક્રવાતને પગલે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં અલર્ટ જાહેર કરવામાં આવી છે.


‘શાહનામા’ પરથી ચક્રવાતનું નામ અક્વાન રાખવામાં આવ્યું

ચક્રવાતને આપવામાં આવેલું અક્વાનનું નામ દસમી સદીના મહાન પર્શિયન કવિ ફરદોસી દ્વારા રચવામાં આવેલા પ્રખ્યાત પર્શિયન મહાકાવ્ય ‘શાહનામા’ સાથે જોડાયેલું છે. એમાં અક્વાન-એ-દિવ નામના એક શક્તિશાળી અને માયાવી રાક્ષસનો ઉલ્લેખ છે. વાર્તા અનુસાર અક્વાન પાસે પોતાનું સ્વરૂપ બદલવાની ચમત્કારિક શક્તિ હતી. એ ઘણી વાર જંગલી ગધેડાનું રૂપ ધારણ કરીને લોકોને છેતરતો હતો. ઈરાને આ રાક્ષસના નામ પરથી ચક્રવાત માટે અક્વાન નામ સૂચવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 11:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK