આ શોના પ્રોમોમાં બૅકગ્રાઉન્ડમાં સંભળાતા અવાજમાં કહેવામાં આવે છે કે ‘જે વ્યક્તિની કથાઓએ દેશને મંત્રમુગ્ધ કરી દીધો, હવે તેમની જિંદગી સાથે જોડાયેલી ચમત્કારિક ગાથાઓ સામે આવશે.’
આવી રહ્યો છે નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ટીવી-શો
આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે તેમની જીવનકથા પરથી બનાવવામાં આવેલો ટીવી-શો દર્શકો સમક્ષ આવવાનો છે. ‘નીમ કરોલી બાબા’ નામનો આ નવો શો સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે અને એના એપિસોડ સોનીલિવ પર પણ સ્ટ્રીમ કરવામાં આવશે. ચૅનલ દ્વારા હાલમાં આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રોમો પરથી સંકેત મળે છે કે સિરીઝમાં આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન અને તેમની સાથે જોડાયેલી ચમત્કારિક કથાઓને રજૂ કરવામાં આવશે. જોકે નિર્માતાઓએ હજુ સુધી શોના સત્તાવાર પ્રીમિયરની તારીખ જાહેર કરી નથી.
આ શોના પ્રોમોમાં બૅકગ્રાઉન્ડમાં સંભળાતા અવાજમાં કહેવામાં આવે છે કે ‘જે વ્યક્તિની કથાઓએ દેશને મંત્રમુગ્ધ કરી દીધો, હવે તેમની જિંદગી સાથે જોડાયેલી ચમત્કારિક ગાથાઓ સામે આવશે.’
ADVERTISEMENT
યુટ્યુબ મ્યુઝિકના સાપ્તાહિક ગીતોના ચાર્ટમાં હનુમાન અંશનું પાર્વતી ભારતમાં નંબર વન અને દુનિયામાં નંબર ટૂ
ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતાનો જાદુ બૉક્સ-ઑફિસ બાદ હવે એના સંગીતમાં પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ભક્તિગીત ‘પાર્વતી’ હાલમાં યુટ્યુબ મ્યુઝિકના સાપ્તાહિક ગીતોના ચાર્ટમાં ભારતમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. એટલું જ નહીં, આ ગીત દુનિયાભરના ચાર્ટમાં પણ બીજા સ્થાને છે. ‘હનુમાન અંશ’ના બુંદેલી લોકસંગીતની ઝલક ધરાવતા ગીત ‘પાર્વતી’એ ફિલ્મની બહાર પણ પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે અને સોશ્યલ મીડિયા પર સતત લોકપ્રિય થઈ રહ્યું છે.
‘પાર્વતી’ ગીત સાધુ તિવારીએ લખ્યું, કમ્પોઝ કર્યું અને ગાયું. યુટ્યુબ પર ‘પાર્વતી’ ૧૦ કરોડ એટલે કે ૧૦૦ મિલિયન વ્યુઝનો આંકડો પાર કરી ચૂક્યું છે. ‘પાર્વતી’ની લોકપ્રિયતા માત્ર યુટ્યુબ સુધી મર્યાદિત નથી. આ ગીતનો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ ખૂબ ઉપયોગ થયો છે. એની ધૂન અને લોકસંગીત સાથે જોડાયેલી શૈલી લોકોને આકર્ષી રહી છે. આ જ કારણ છે કે ફિલ્મની રિલીઝને ઘણો સમય વીતી ગયા બાદ પણ એનું સંગીત સતત નવા દર્શકો સુધી પહોંચી રહ્યું છે.
