° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


ટોટલ ટાઈમપાસ : અહીં વાંચો એન્ટરટેઈનમેન્ટ જગતમાં શું ચાલી રહ્યું છે

26 October, 2021 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘ટાઇગર 3’ સાઇન કરી વિશાલ જેઠવાએ?; અમનકી નવી આશા છે અંકિતા અને વધુ સમાચાર

કાર્તિક આર્યને ‘શહેઝાદા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે

કાર્તિક આર્યને ‘શહેઝાદા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે

‘બંદા સિંહ’ બનશે અર્શદ વારસી

અર્શદ વારસી તેની આગામી ફિલ્મ ‘બંદા સિંહ’ને લઈને ખૂબ ઉત્સાહી છે. આ ફિલ્મમાં તે સરદાર બન્યો છે. તેની સાથે મેહેર વીજ પણ છે. અભિષેક સક્સેના ફિલ્મને ડિરેક્ટ કરશે. સ્ટોરી સત્યઘટના પર આધારિત છે. ઉત્તર ભારતના એક પરિવારની આ સ્ટોરી છે. ફિલ્મને લઈને અભિષેક સક્સેનાએ કહ્યું હતું કે ‘હું ઘણા સમયથી આવી સ્ક્રિપ્ટને ડિરેક્ટ કરવા વિશે વિચારી રહ્યો હતો. મારી પહેલી બે ફિલ્મો ‘ફુલ્લુ’ અને ‘સરોજ કા રિશ્તા’ સામાજિક મુદ્દાઓ પર હતી. જોકે ‘બંદા સિંહ’ અસ્તિત્વની સ્ટોરી છે. હું ફિલ્મની શરૂઆત કરવા માટે આતુર છું. અર્શદ, મેહેર અને અન્ય કલાકારો સાથે કામ કરવા માટે ઉત્સુક છું.’

ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે. પોતાનો લૂક ટ્વિટર પર શૅર કરીને અર્શદે ટ્વીટ કર્યું હતું, ‘હું તમારા માટે ‘બંદા સિંહ’ બનીને ખૂબ ઉત્સુક છું. તમારા સૌના આશીર્વાદની જરૂર છે.’

 

‘શહેઝાદા’નું શૂટિંગ શરૂ કર્યું કાર્તિકે

કાર્તિક આર્યને ‘શહેઝાદા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે ક્રિતી સૅનન પણ જોવા મળશે. ૨૦૧૯માં આવેલી ‘લુકા છુપ્પી’ બાદ આ બન્નેની આ બીજી ફિલ્મ છે. ફિલ્મમાં તેની સાથે પરેશ રાવલ, મનીષા કોઇરાલા, રોનિત રૉય અને સચિન ખેડેકર પણ જોવા મળશે. મુંબઈ અને દિલ્હીમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. ભૂષણકુમાર, અલ્લુ અરવિંદ અને અમન ગિલ સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાના છે. આવતા વર્ષે ૪ નવેમ્બરે ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં ક્લૅપબોર્ડ હાથમાં લઈને કાર્તિકે ફોટો શૅર કર્યો છે. વાઇટ કૉરિડોરમાં તે પીઠ દેખાડીને ઊભો છે અને પાછળ તેણે ક્લૅપબોર્ડ રાખ્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘શહેઝાદા’ શુરૂ.

 

‘ટાઇગર 3’ સાઇન કરી વિશાલ જેઠવાએ?

‘મર્દાની 2’માં જોવા મળેલા વિશાલ જેઠવાએ ‘ટાઇગર 3’ સાઇન કરી હોય એવી શક્યતા છે. સલમાન ખાનની આ ફિલ્મના ડિરેક્ટર મનીષ શર્માએ તેને અગત્યનો રોલ ઑફર કર્યો છે. જોકે એ રોલ કયો છે એ વિશે વધુ માહિતી નથી મળી. વિશાલની ઇચ્છા હતી કે એક ઍક્ટર તરીકે તે દરેક પ્રકારના રોલ કરવા માગે છે. આ જ કારણ છે કે તેણે ‘મર્દાની 2’માં કામ કર્યું હતું. આ તેની પહેલી ફિલ્મ હતી. તે લોકોને પોતાની ઍક્ટિંગથી ચોંકાવવા માગતો હતો અને સાથે જ તે પોતાની ઍક્ટિંગની ક્ષમતાને પણ પુરવાર કરવા માગતો હતો. ઇન્ડસ્ટ્રી અને લોકોએ તેના કામની ખૂબ પ્રશંસા કરી હતી. હવે એ જોવું રહ્યું કે ‘ટાઇગર 3’ના માધ્યમથી તે પોતાના પર્ફોર્મન્સને કેટલો ગજાવી શકે છે.

 

અમનકી નવી આશા છે અંકિતા

અંકિતા લોખંડે રવિવારે દુબઈ તેના બૉયફ્રેન્ડ વિકી જૈન સાથે ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ જોવા દુબઈ ગઈ હતી. આ મૅચમાં ખેલાડીઓ દ્વારા જે રીતે એકતા દેખાડવામાં આવી હતી એ જ રીતે અંકિતા પણ સ્ટેડિયમમાં એકતા દેખાડતી જોવા મળી હતી. તેણે પાકિસ્તાનના સપોર્ટર સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. તેમણે પાકિસ્તાનનો ઝંડો પકડ્યો હતો અને અંકિતાએ ઇન્ડિયાનો ઝંડો પકડ્યો હતો. તેણે એવો મેસેજ આપ્યો હતો કે સાથે રહીને પણ અલગ-અલગ દેશને સપોર્ટ કરી શકાય છે. ફોટો શૅર કરીને અંકિતાએ કૅપ્શન આપી હતી, ‘અમે ઇન્ડિયાને પ્રેમ કરીએ છીએ.’

26 October, 2021 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સલમાન ખાન પહોંચ્યો ગુજરાત, ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચલાવ્યો રેંટિયો, જાણો વધુ

બૉલિવૂડ અભિનેતા સલમાન અંતિમ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત પહોંચ્યા છે.

29 November, 2021 02:54 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ચંડીગઢ કરે આશિકી’નું ટાઇટલ આયુષ્માને સૂચવ્યું

ફિલ્મમાં આયુષ્માનની સાથે વાણી કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.

29 November, 2021 01:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સલમાન સાથે તેનાં લગ્નની ચર્ચા નથી કરતો આયુષ

આયુષે ‘લવ યાત્રી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સલમાન અને આયુષની ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ પચીસ નવેમ્બરે રિલીઝ થઈ છે

29 November, 2021 01:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK