નિક જોનસ અને પ્રિયંકા ચોપડા હાલમાં તેમની દીકરી માલતી મારી સાથે વેકેશન માણતાં જોવા મળ્યાં હતાં. નિકે આ ફૅમિલી-વેકેશનની સુંદર તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ વેકેશન દરમ્યાન તેમણે પોતાની દીકરી માલતી મારીની ચોથી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઊજવી દીકરી માલતી મારીની ચોથી વર્ષગાંઠ
નિક જોનસ અને પ્રિયંકા ચોપડા હાલમાં તેમની દીકરી માલતી મારી સાથે વેકેશન માણતાં જોવા મળ્યાં હતાં. નિકે આ ફૅમિલી-વેકેશનની સુંદર તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ વેકેશન દરમ્યાન તેમણે પોતાની દીકરી માલતી મારીની ચોથી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. નિકે આ વેકેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તમામ તસવીરો શૅર કરતાં નિકે કૅપ્શન લખી છે, ‘સ્વર્ગ જેવી આ સુંદર જગ્યાએ પરિવાર સાથે વિતાવેલા પળો માટે હું ખૂબ આભારી છું.’
નિક અને પ્રિયંકાએ ૨૦૧૮માં રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં. એ પછી સરોગસી દ્વારા ૨૦૨૨ની ૧૫ જાન્યુઆરીએ તેમના ઘરે દીકરી માલતી મારીનો જન્મ થયો હતો અને ગઈ કાલે માલતી મારીની ચોથી વર્ષગાંઠ હતી.


