પહેલી વખત ભારતીય સ્ક્વૉડમાં જોડાયેલા આયુષ બદોનીના ભારતની જર્સી સાથેના ફોટોશૂટ માટે રાજકોટમાં વ્યવસ્થિત સેટઅપ કરવાને બદલે એક સફેદ દીવાલ પાસે ઊભો રાખીને કરાવવામાં આવ્યું હતું.
ગુટકાના ડાઘવાળી દીવાલ પાસે આયુષ બદોનીનું ફોટોશૂટ કરાવનાર ક્રિકેટ બોર્ડની ભારે ટીકા થઈ
દિલ્હીનો ૨૬ વર્ષનો ક્રિકેટર આયુષ બદોની વૉશિંગ્ટન સુંદરના સ્થાને બીજી મૅચથી ભારતીય વન-ડે સ્ક્વૉડમાં જોડાયો હતો. પહેલી વખત ભારતીય સ્ક્વૉડમાં જોડાયેલા આયુષ બદોનીના ભારતની જર્સી સાથેના ફોટોશૂટ માટે રાજકોટમાં વ્યવસ્થિત સેટઅપ કરવાને બદલે એક સફેદ દીવાલ પાસે ઊભો રાખીને કરાવવામાં આવ્યું હતું. પાછળથી એ દીવાલ પર ગુટકાના ડાઘ દેખાતાં સોશ્યલ મીડિયા પર એની ભારે ચર્ચા થઈ હતી.
ક્રિકેટ બોર્ડને આ ફોટોને કારણે ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ફોટો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે કમેન્ટ કરી કે ક્રિકેટ બોર્ડ પાસે બહુ પૈસા હોઈ શકે છે, પરંતુ તેમની પાસે હંમેશાં ક્લાસનો અભાવ રહેશે. બીજાએ લખ્યું હતું કે એટલે જ ગુટકા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


