Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શત્રુઘ્ન સિન્હાની મંજૂરી વગર કોઇ નહીં બોલી શકે ખામોશ

શત્રુઘ્ન સિન્હાની મંજૂરી વગર કોઇ નહીં બોલી શકે ખામોશ

Published : 22 February, 2026 01:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શત્રુઘ્ન સિન્હાને તેમના પર્સનાલિટી રાઇટ્સ મામલે બૉમ્બે હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા


શત્રુઘ્ન સિન્હાને તેમના પર્સનાલિટી રાઇટ્સ મામલે બૉમ્બે હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શત્રુઘ્નનો પ્રખ્યાત ડાયલૉગ ‘ખામોશ’ દાયકાઓ બાદ પણ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ ડાયલૉગ ખાસ કરીને શત્રુઘ્ન સિંહાની વ્યક્તિગત ઓળખ સાથે જ જોડાયેલો છે અને એના અનધિકૃત વપરાશ પર રોક લગાવવામાં આવે.

કોર્ટના નિર્ણય અનુસાર શત્રુઘ્નની મંજૂરી વગર તેમનાં નામ, ફોટો, અવાજ અથવા અન્ય વ્યક્તિગત તત્ત્વોનો ઉપયોગ કરીને ઑનલાઇન કન્ટેન્ટ બનાવવું હવે માન્ય નહીં ગણાય. અદાલતે નોંધ્યું કે ફિલ્મમાં તેમણે પોતાના અનોખા અંદાજમાં બોલેલો આ ડાયલૉગ તેમના વ્યક્તિત્વની વિશેષ ઓળખ બની ગયો છે અને એને ઍક્ટરના વ્યક્તિત્વથી અલગ કરી શકાય તેમ નથી.



શત્રુઘ્ન સિન્હાએ તાજેતરમાં ‘ખામોશ’ ડાયલૉગના અયોગ્ય વપરાશ બદલ અદાલતમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં જસ્ટિસ શર્મિલા દેશમુખે તમામ વેબસાઇટ્સ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને આવું કન્ટેન્ટ દૂર કરવાની સૂચના આપી હતી. આ સાથે જ ભવિષ્યમાં પણ ઍક્ટરની મંજૂરી વિના આવા ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK