Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નોરા ફતેહીએ ચાર્ટર્ડ પ્લેનને ટૉય પ્લેન કહીને બદનામી કરી એટલે કંપનીએ ઠોક્યો ૩ કરોડ રૂપિયાનો દાવો

નોરા ફતેહીએ ચાર્ટર્ડ પ્લેનને ટૉય પ્લેન કહીને બદનામી કરી એટલે કંપનીએ ઠોક્યો ૩ કરોડ રૂપિયાનો દાવો

Published : 07 September, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડ્યુન્સ એવિયેશન કંપનીએ નોરા ફતેહી સામે ગાંધીનગરની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી ‘રમકડાનું વિમાન’ જેવી ટિપ્પણી બદલ ૩ કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ માગી છે.

નોરા ફતેહી

નોરા ફતેહી


પોતાના બિઝનેસ જેટને રમકડાનું વિમાન અને લેગો પ્લેન કહેવાયું એ એક એવિયેશન કંપનીને પસંદ ન આવ્યું હોવાથી એ હવે નોરા ફતેહીને કોર્ટમાં ઢસડી ગઈ છે. ગાંધીનગરની સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસમાં ડ્યુન્સ એવિયેશન નામની કંપનીએ નોરાનાં નિવેદનો બદલ નુકસાનની ભરપાઈ પેટે ૩ કરોડ રૂપિયાની માગણી કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે નોરા ફતેહી અને તેની ટીમે ૨૦૨૫ની ૧૪ ડિસેમ્બરે મુંબઈથી જયપુર જવા માટે એના CESSNA CITATION CJ2 પ્લેનમાં મુસાફરી કરી હતી. એ મુસાફરીમાં નોરાએ મલ્ટિપલ વિડિયો રેકૉર્ડ કર્યા હતા અને એને તેના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી ફૉર્મેટમાં પોસ્ટ કર્યા હતા. નોરાએ ચાર્ટર્ડ વિમાનની એવિયેશન સલામતી વિશે અત્યંત અપમાનજનક અને બેજવાબદાર નિવેદનો આપ્યાં હતાં એવો આક્ષેપ કેસમાં કરવામાં આવ્યો છે. વિડિયોના વાઇરલ થયા પછી ૪૫-૫૦ દિવસની અંદર કંપનીના બુકિંગમાં પંદરથી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો એમ કેસમાં દાવો કરવામાં આવ્યો છે.
કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે મોટા પાયે કૅન્સલેશન પણ થયાં છે અને એનાથી કંપનીના વ્યવસાય પર સીધી અસર પડી છે, પ્રતિષ્ઠા અને ગુડવિલને થયેલું પરોક્ષ નુકસાન પણ પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલા બેજવાબદાર આક્ષેપોનું પરિણામ છે.
નોરા ફતેહી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ૩ વિડિયો સામે કંપનીએ વાંધો ઉઠાવ્યો છે. મુકદ્દમા અનુસાર તેના અકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાંથી એકમાં તેણે કહ્યું હતું કે ‘આ એક રમકડું છે. તમે જ્યારે ઍમૅઝૉન પરથી ઍરોપ્લેન ઑર્ડર કરો છો ત્યારે તમને આ મળે છે.’ 

આગામી સુનાવણી ૨૫ સપ્ટેમ્બરે



કંપની કહે છે કે નોરા ફતેહીને અપાયેલી કાનૂની નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. કંપનીએ પ્રતિષ્ઠાને થયેલા નુકસાન, ગુડવિલનું નુકસાન અને વ્યાપારી બદનામી બદલ નુકસાનનું વળતર માગ્યું છે અને કોર્ટ આ પોસ્ટ્સ તાત્કાલિક હટાવવાનો નોરાને આદેશ આપે એમ ઇચ્છે છે. કોર્ટે નોરા ફતેહીને નોટિસ મોકલી છે. સુનાવણી આગામી ૨૫ સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK