Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૅરી કૉમમાં મારા સંઘર્ષનો ૧૦ ટકા હિસ્સો જ દર્શાવવામાં આવ્યો હતો

મૅરી કૉમમાં મારા સંઘર્ષનો ૧૦ ટકા હિસ્સો જ દર્શાવવામાં આવ્યો હતો

Published : 28 October, 2026 02:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉક્સિંગ ચૅમ્પિયન મૅરી કૉમે વર્ષ ૨૦૧૪માં આવેલી પોતાની બાયોપિકના મામલે અસંતોષ વ્યક્ત કર્યો

મૅરી કૉમ

મૅરી કૉમ


બૉક્સિંગ ચૅમ્પિયન મૅરી કૉમે  ૨૦૧૪માં આવેલી પોતાની બાયોપિક ફિલ્મ ‘મૅરી કૉમ’ મામલે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. મૅરી કૉમનું માનવું છે કે પ્રિયંકા ચોપડાને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મમાં તેના સંઘર્ષ અને મહેનતની સંપૂર્ણ વાત રજૂ કરવામાં આવી નહોતી. ‘બિગ બૉસ 20’માંથી બહાર આવ્યા બાદ બૉક્સર મૅરી કૉમે પોતાની બાયોપિક અને જીવનના પ્રવાસ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે મારી બાયોપિકની કોઈ સીક્વલ બનાવવી જોઈએ. દરેક વ્યક્તિ મારી વાર્તા જાણે છે. મારી કારકિર્દી અને જીવનના પ્રવાસને ફિલ્મ તથા મારા પુસ્તક ‘અનબ્રેકેબલ’માં દર્શાવવામાં આવ્યો છે. જોકે બાયોપિક વાસ્તવિક નહોતી. મને લાગ્યું કે વાર્તાના કેટલાક ભાગો વાસ્તવિક નહોતા. મારા સંઘર્ષ અને મહેનતનો માત્ર ૧૦ ટકા હિસ્સો જ એમાં દર્શાવવામાં આવ્યો હતો. જો તમે મારું પુસ્તક વાંચશો તો જ મારા સંઘર્ષ અને મહેનત વિશે જાણી શકશો. મારા જીવનમાં આગળ શું થશે એ હું જાણતી નથી, પણ ભવિષ્ય સરળ અને ખુશહાલ રહે એવી મારી ઇચ્છા છે. લોકો જાણવા માગે છે કે મારા જીવનમાં પ્રેમ માટે કોઈ સ્થાન હશે કે નહીં. ભવિષ્યમાં એવું કંઈ થશે તો હું પોતે નિર્ણય લઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK