આશી ત્રિપાઠી પિતાએ પ્રોડ્યુસ કરેલા નાટકમાં સ્ટેજ પર ઍક્ટિંગ કરીને શરૂઆત કરશે
પંકજ ત્રિપાઠી પત્ની મૃદુલા અને દીકરી આશી સાથે (ફાઇલ તસવીર)
બૉલીવુડમાં ટૅલન્ટેડ ઍક્ટરની ઇમેજ ધરાવતા પંકજ ત્રિપાઠીની ૧૮ વર્ષની દીકરી આશી ત્રિપાઠીએ પણ ઍક્ટિંગની દુનિયામાં આગળ વધવાનું નક્કી કર્યું છે. તે પિતાએ પ્રોડ્યુસ કરેલા નાટકમાં સ્ટેજ પર ઍક્ટિંગ કરીને શરૂઆત કરશે.

ADVERTISEMENT
હકીકતમાં પંકજે પોતાની પત્ની અને બિઝનેસ પાર્ટનર મૃદુલા ત્રિપાઠી સાથે મળીને ‘રૂપકથા રંગમંચ’ નામનું નવું બૅનર શરૂ કર્યું છે. આ બૅનર હેઠળ તેઓ ‘લાઇલાજ’ નામનું નાટક પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ નાટકમાં જ આશી મુખ્ય ભૂમિકા નિભાવશે અને લાઇવ પ્રેક્ષકો સામે ઍક્ટિંગ કરશે. આશી આ પહેલાં ‘રંગ દારો’ નામના ગીતમાં નજર આવી ચૂકી છે અને આ ગીત માર્ચ મહિનામાં હોળીના અવસર પર સત્તાવાર રીતે લૉન્ચ કરાયું હતું.


