પરિણીતિ ચોપડા ‘મૉમ ટૉક્સ’ નામનો ટૉક-શો શરૂ કરીને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડા ‘મૉમ ટૉક્સ’ નામનો ટૉક-શો શરૂ કરીને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે. આ મામલે પરિણીતિના પતિ રાઘવ ચઢ્ઢાએ પોતાનો પ્રેમ અને સપોર્ટ વ્યક્ત કર્યો છે. પરિણીતિનો આ ટૉક-શો ઝીફાઇવ પર સ્ટ્રીમ થશે. પરિણીતિએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને પોતાના ચાહકોને આ ખુશખબર આપી છે.
આ નવા પ્રોજેક્ટને લઈને રાઘવ ચઢ્ઢાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની પત્ની પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે તે હંમેશાં તેનો સપોર્ટ કરતો રહેશે. પરિણીતિ ચોપરાની પોસ્ટ પર તેણે લખ્યું, ‘મને ખૂબ ગર્વ છે. અભિનંદન. હું હંમેશાં તારી સાથે છું.’
