અનુષ્કા શર્માની પીઆર બનવાથી માંડીને તેની કો-સ્ટાર બનવા સુધીની પોતાની યાત્રાને કૂલ જર્ની કહે છે
પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડાએ અનુષ્કા શર્માની પીઆર બનવાથી માંડીને તેની કો-સ્ટાર બનવા સુધીની પોતાની યાત્રાને કૂલ જર્ની કહે છે. ‘બૅન્ડ બાજા બારાત’માં તે અનુષ્કાની પીઆર હતી. પરિણીતી હાલમાં તુર્કીમાં છે. તેણે ફૅન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી ઍનિથિંગ’ સેશનનું આયોજન કર્યું હતું. એ દરમ્યાન એક ફૅને તેની લેડી ક્રશ અનુષ્કા શર્મા વિશે પૂછ્યું હતું. એનો જવાબ આપતાં પરિણીતી ચોપડાએ કહ્યું હતું કે ‘હું ‘બૅન્ડ બાજા બારાત’ માટે તેના ઇન્ટરવ્યુ હૅન્ડલ કરતી હતી. ત્યાર બાદ ૩ મહિના બાદ ‘લેડીઝ વર્સસ રિકી બહલ’માં તેની કો-સ્ટાર બની હતી. એથી એ જર્ની કૂલ છેને? એ સમયથી જ હું અનુષ્કા શર્મા પાસેથી પ્રેરણા લેતી આવી છું.’