પતિ, પત્ની ઔર વોહની સીક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
શ્રીલીલા
કાર્તિક આર્યન અને ભૂમિ પેડણેકરને પતિ-પત્ની તથા અનન્યા પાંડેને ‘વોહ’ની ભૂમિકામાં ચમકાવતી ‘પતિ, પત્ની ઔર વોહ’ ખાસ કંઈ ચાલી નહોતી, પણ એ છતાંય એનો બીજો ભાગ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ૨૦૧૯માં આવેલી આ ફિલ્મની સીક્વલમાં જોકે ‘વોહ’ બદલાઈ જવાની છે. આ ફિલ્મના ડિરેક્ટર મુદસ્સર અઝીઝ હવે ‘વોહ’ના રોલમાં અનન્યાને બદલે તેલુગુ ફિલ્મોની હિરોઇન શ્રીલીલાને લેવા માટે ઉત્સુક છે એવી ચર્ચા છે. સીક્વલનું મોટા પાયે ‘પતિ, પત્ની ઔર વોહ 2’ નામ રાખવામાં આવશે. નવાઈની વાત એ છે કે ‘પતિ, પત્ની ઔર વોહ’ ઓરિજિનલ ફિલ્મ નહોતી, ૧૯૭૮ની બી. આર. ચોપડાની એ જ નામની હિટ ફિલ્મ પરથી બની હતી અને એની હવે સીક્વલ બનશે. બી. આર. ચોપડાની ફિલ્મમાં સંજીવકુમાર, વિદ્યા સિંહા અને રંજીતા મુખ્ય ભૂમિકામાં હતાં.
પુષ્પા 2 : ધ રૂલમાં આઇટમ સૉન્ગ કરશે શ્રીલીલા?