Pawan Kalyan`s new movie release: ભારતીય સિનેમાની 2025ની સૌથી મોંઘી અને અપેક્ષિત ફિલ્મ `Hari Hara Veera Mallu`ની ગ્રાન્ડ રિલીઝ ડેટ જાહેર થઈ છે.
`હરિ હર વીરા મલ્લુ` મૂવી પોસ્ટર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
ભારતીય સિનેમાની વર્ષ 2025ની સૌથી મોંઘી અને અપેક્ષિત ફિલ્મ `હરિ હર વીરા મલ્લુ` (Hari Hara Veera Mallu)ની ગ્રાન્ડ રિલીઝ ડેટ જાહેર થઈ છે. આ ફિલ્મ પહેલા 29 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ પ્રોડક્શનના કારણે તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. હવે આ મેગા-ફિલ્મ 9મી મે 2025ના રોજ ગ્રાન્ડ થિયેટરિકલ રિલીઝ માટે તૈયાર છે. પવન કલ્યાણ ધમાકેદાર એન્ટ્રી સાથે `વીરા મલ્લુ`ના રોલમાં જોવા મળશે. આ રોલમાં પાવન કલ્યાણ એક એવા ક્રાંતિકારીના પાત્રમાં છે જેના હૃદયમાં આક્રોશ ધગધગે છે. આ ફિલ્મમાં પવન કલ્યાણનો એક જબરદસ્ત નીડર અવતાર જોવા મળશે, જ્યાં તે મુગલોનાં નાક નીચેથી કોહિનૂર હીરાની ચોરી કરવા માટે તૈયાર થાય છે. આ ફિલ્મમાં પવન કલ્યાણ ન્યાય માટે લડત આપશે અને 9મી મેના દર્શકો આ ક્રાંતિના સાક્ષી બનશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થવાની છે. હરિ હર વીરા મલ્લુ માટે વિદેશમાં પણ ભવ્ય રિલીઝની યોજના બનાવવામાં આવી રહી છે જેથી આ ફિલ્મ દુનિયાભરના દર્શકો સુધી પહોંચી શકે.
ફિલ્મની સ્ટાર- કાસ્ટ જોઈ લો-
ADVERTISEMENT
આ ફિલ્મના ડિરેક્ટર એ.એમ. જ્યોતિ કૃષ્ણ છે. ફિલ્મ (Hari Hara Veera Mallu)નીના શૂટિંગ દરમિયાન કોવિડ-19ની મહામારી અને પવન કલ્યાણના રાજકીય પ્રોગ્રામના કારણે ફિલ્મમાં ઘણી વાર વિલંબ થયો હતો. અંતે ડિરેકકટર જ્યોતિએ આ ફિલ્મને પૂર્ણ કરી દર્શકો માટે ગ્રાન્ડ ભેટ આપી છે. ફિલ્મના સંગીત માટે ઑસ્કાર વિજેતા સંગીતકાર એમ.એમ. કીરવાણી દ્વારા એક હિટ મ્યુઝિક આપવાની આશા રાખવામાં આવી રહી છે. મનોજ પરમહંસા ફિલ્મના સિનેમેટોગ્રાફર છે અને ખ્યાતનામ કલાકાર થોટા થરાની આ ફિલ્મના આર્ટ ડિરેક્ટર છે. આ દિગ્ગજોની ટીમ ફિલ્મ માટે એક ભવ્ય વિઝ્યુઅલ દ્રશ્ય તૈયાર કરી રહી છે. સપોર્ટિંગ કાસ્ટ પણ શાનદાર છે.
બૉબી દેઓલ મુગલ શાસકના રોલમાં જોવા મળશે અને તેઓ ખલનાયકના (Hari Hara Veera Mallu)ની અવતારમાં ફરી એકવાર ચમકી ઊઠશે. આ રોલમાં બૉબી દેઓલની તાજેતરની હિટ ફિલ્મ `એનિમલ` અને `ડાકુ મહારાજ` જેવી ફીલ્મ પછી વધુ આત્મવિશ્વાસ સાથે રજૂ થતો જોવા મળશે. નિધિ અગરવાલ આ ફિલ્મમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળશે અને અનુપમ ખેર અને જિશુ સેનગુપ્તા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
લાંબા વિલંબ અને અફવાઓ પછી હવે આ ફિલ્મ (Hari Hara Veera Mallu)ની આખરે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મના નિર્માતા દયાકર રાવ છે અને એએમ રત્નમે આ ફિલ્મને `મેગા સૂર્ય પ્રોડક્શન` બૅનર હેઠળ પ્રસ્તુત કરી છે. હિન્દી વર્ઝન માટે નારદ પીઆર એન્ડ ઇમેજ સ્ટ્રેટેજિસ્ટ્સ ફ્રન્ટલાઇન પર છે. પવન કલ્યાણ, અનુપમ ખેર, બૉબી દેઓલ અને નિધિ અગરવાલ જેવી ભવ્ય સ્ટાર્ટકાસ્ટ સાથે આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોવાઈ રહ્યાં છે.

