Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પેડ્ડીમાં જાહ્‌નવીના સીન બદલાશે

પેડ્ડીમાં જાહ્‌નવીના સીન બદલાશે

Published : 07 June, 2026 10:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માફી માગીને ડિરેક્ટરે કરી પીછેહઠ : જે રીતે કેટલાંક દૃશ્યો રજૂ કરવામાં આવ્યાં એનાથી ફેલાયો હતો આક્રોશ

જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂર


રામ ચરણ અને જાહ્‌નવી કપૂરની ફિલ્મ ‘પેડ્ડી’માં જાહ્‌નવીના પાત્રને લઈને ઊભા થયેલા વિવાદ બાદ ફિલ્મના ડિરેક્ટર બુચી બાબુ સનાએ જાહેરમાં માફી માગી છે. ફિલ્મમાં જાહ્‌નવીના પાત્રની રજૂઆતને લઈને દર્શકો તરફથી ભારે વિરોધ જોવા મળ્યો હતો. અનેક લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં તેના પાત્રને કારણ વગર સેક્સ્યુઅલ ઓવરટોન આપવામાં આવ્યો છે અને એે યોગ્ય સન્માન સાથે રજૂ કરવામાં આવ્યું નથી. ફિલ્મ રિલીઝ થયા પછી સોશ્યલ મીડિયા પર અનેક દર્શકોએ જાહ્‌નવીના પાત્ર વિશે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાંક દૃશ્યોમાં કૅમેરા ઍન્ગલ્સ, રોમૅન્ટિક દૃશ્યો અને પાત્રની રજૂઆતને લઈને ટીકા થઈ હતી. દર્શકોનું કહેવું હતું કે પાત્રને મજબૂત અને સ્વતંત્ર બતાવવાને બદલે તેને માત્ર ગ્લૅમરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના ડિરેક્ટર બુચી બાબુ સનાએ સોશ્યલ મીડિયા પર એક લાંબું નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે ‘સિનેમાનું કામ લોકોનું મનોરંજન કરવાનું, તેમને પ્રેરણા આપવાનું અને તેમની સાથે જોડાવાનું છે. કોઈ પણ દર્શકને અસ્વસ્થ કે અપમાનિત અનુભવ કરાવવો મારો ઉદ્દેશ્ય ક્યારેય નહોતો. ફિલ્મનાં કેટલાંક દૃશ્યોને લઈને મળેલા પ્રતિસાદને મારી ટીમે ખૂબ ગંભીરતાથી લીધો છે. ફિલ્મમાં કોઈ પણ મહિલા પાત્રનું વસ્તુની જેમ ચિત્રણ કરવું કે તેમનું અપમાન કરવું ક્યારેય અમારો ઇરાદો નહોતો. જો કોઈ દર્શકને ફિલ્મનાં દૃશ્યોને કારણે દુઃખ પહોંચ્યું હોય તો હું દિલથી માફી માગું છું. આ સંજોગોમાં ફિલ્મનાં કેટલાંક વિવાદાસ્પદ દૃશ્યોમાં ફેરફાર કરવામાં આવશે. દર્શકોની લાગણીઓ અને બદલાતી સંવેદનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મને ફરીથી એડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક મહિલા સન્માન, ગૌરવ અને આદર સાથે રજૂ થવી જોઈએ. એક ફિલ્મમેકર તરીકે હું ભવિષ્યમાં આવી બાબતો વિશે વધુ સાવચેત રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK