‘પઠાણ’નો ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ બીજી ઑક્ટોબરે સ્પેન પહોંચી ગયો હતો. ત્યાં બે ગીતનું શૂટિંગ કરવાનું હતું. જોકે શાહરુખના દીકરાની અરેસ્ટ બાદ તે પણ ફરી મુંબઈ આવી ગયો છે.
‘પઠાણ’ અને ‘ટાઇગર 3’નું શૂટિંગ થયું પોસ્ટપોન
શાહરુખ ખાનની ‘પઠાણ’ અને સલમાન ખાનની ‘ટાઇગર 3’નું શૂટિંગ ડિલે કરવામાં આવ્યું છે. શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્સ-કેસમાં અરેસ્ટ થઈ હતી એને લઈને શૂટિંગ પર એની અસર પડી છે. દીકરાની અરેસ્ટને લઈને શાહરુખ હાલમાં ઘરની બહાર નથી નીકળી રહ્યો એટલે શૂટિંગની વાત જ દૂર રહી ગઈ. ‘પઠાણ’ અને ‘ટાઇગર 3’ બન્ને એકમેક સાથે કનેક્ટ હોવાથી બન્ને ફિલ્મનાં શૂટિંગ પર અસર પડી છે. તેની જામીનના ઑર્ડરનું શેડ્યુલ આજે છે જેથી આજે કોર્ટ નક્કી કરશે કે તેને જામીન આપવા કે નહીં. ત્યાર બાદ શાહરુખ ક્યારે શૂટિંગ કરશે એ નક્કી કરવામાં આવશે. ‘પઠાણ’નો ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ બીજી ઑક્ટોબરે સ્પેન પહોંચી ગયો હતો. ત્યાં બે ગીતનું શૂટિંગ કરવાનું હતું. જોકે શાહરુખના દીકરાની અરેસ્ટ બાદ તે પણ ફરી મુંબઈ આવી ગયો છે.

