સદ્ભાગ્યે આ ઘટનામાં કોw ઈ મોટી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે
ફિલ્મ ‘ધ રાજા સાબ’
ફિલ્મ ‘ધ રાજા સાબ’ રિલીઝ થયા બાદ ઓડિશાના એક થિયેટરમાં સ્ક્રીનિંગ દરમ્યાન એક ફૅને થિયેટરમાં કન્ફેટી એટલે રંગબેરંગી કાગળના ટુકડાઓ સળગાવીને આગ લગાવી દીધી હતી. સદ્ભાગ્યે આ ઘટનામાં કોw ઈ મોટી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ આ પ્રકારની હરકત માટે ફૅનની ભારે ટીકા થઈ રહી છે.
આ ઘટના ઓડિશાના અશોક થિયેટરમાં બની હોવાનું જાણવા મળ્યું છે. વિડિયો જોઈને લોકો આ વર્તનનો ભારે વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ફૅન હોવાનો અર્થ એવો નથી કે કોઈ પણ હદ પાર કરી દેવી. સોશ્યલ મીડિયામાં એવી દલીલ થઈ રહી છે કે આવી હરકતો ઘણા લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે.


