પ્રોડ્યુસરની ફરિયાદ પ્રમાણે કેટલાંક સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ તેમની ઓળખનો દુરુપયોગ કરી ફિલ્મ અને એના કલાકારો વિરુદ્ધ અપમાનજનક અને ભ્રામક પોસ્ટ કરી રહ્યાં છે
પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી ‘ધ રાજા સાબ’ ૯ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી
પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી ‘ધ રાજા સાબ’ ૯ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. પ્રભાસના ચાહકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ હતો, પણ રિલીઝ બાદ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ દેખાડી ન શકી અને સોશ્યલ મીડિયા પર એને નેગેટિવ ફીડબૅક મળ્યાં હતાં. આ સંજોગો વચ્ચે ફિલ્મના પ્રોડ્યુસરે હૈદરાબાદના સાઇબર ક્રાઇમ પોલીસ-સ્ટેશનમાં અરજી કરીને ફિલ્મ વિશે કરાયેલી ‘અપમાનજનક ટિપ્પણીઓ’ના મામલે ફરિયાદ નોંધાવી છે.
પ્રોડ્યુસરની ફરિયાદ પ્રમાણે કેટલાંક સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ તેમની ઓળખનો દુરુપયોગ કરી ફિલ્મ અને એના કલાકારો વિરુદ્ધ અપમાનજનક અને ભ્રામક પોસ્ટ કરી રહ્યાં છે. પ્રોડ્યુસરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘આ પ્રકારની દુર્ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓ નકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ છે. આવા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.’
ADVERTISEMENT
આ બધાની વચ્ચે ફિલ્મની અંતિમ ક્રેડિટ્સમાં એની સીક્વલની પણ જાહેરાત કરવામાં આવી છે. સીક્વલનું નામ ‘ધ રાજા સાબ : સર્કસ 1935’ રાખવામાં આવ્યું છે. જોકે એની રિલીઝ-ડેટ હજી જાહેર કરવામાં નથી આવી.


