રામચરણે હવે તેની આગામી ફિલ્મ ‘RC 15’નું શૂટિંગ શરૂ કરી દીધું છે
‘નાટુ નાટુ’ના ડાન્સથી રામચરણનું સ્વાગત કર્યું પ્રભુદેવાએ
પ્રભુદેવાએ પોતાની ટીમ સાથે ‘નાટુ નાટુ’નો ડાન્સ કરીને રામચરણનું સ્વાગત કર્યું હતું. આ ગીતને ઑસ્કરનો અવૉર્ડ મળતાં દેશભરમાં સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ‘RRR’ની ટીમ હવે દેશમાં પાછી ફરી છે. અવૉર્ડ મળતાં સૌકોઈ ખુશ છે. રામચરણે હવે તેની આગામી ફિલ્મ ‘RC 15’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તે સેટ પર આવતાં જ તેને સરપ્રાઇઝ મળી હતી. પ્રભુદેવા અને તેની ટીમે ‘નાટુ નાટુ’નાં ડાન્સ-સ્ટેપ્સ કરીને તેને ખુશ કરી દીધો હતો. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રામચરણે કૅપ્શન આપી હતી, ‘આટલા ઉમળકાભેર સ્વાગત માટે થૅન્ક યુ કહેવું પૂરતું નથી. અમારા ગ્રૅન્ડ માસ્ટર પ્રભુદેવા સર, આ સ્વીટ સરપ્રાઇઝ બદલ આભાર. ‘RC 15’ના સેટ પર પાછો આવવાની ખુશી છે.’

