ભાયખલામાં આવેલા એક મ્યુઝિયમમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતા કે આ ફિલ્મમાં સૈફ સાથે હિરોઇન તરીકે પ્રિયંકા ચોપડાને સાઇન કરવામાં આવી છે, પણ હવે માહિતી મળી છે કે પ્રિયંકા આ ફિલ્મનો હિસ્સો નથી.
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન હાલમાં ડિરેક્ટર રિતેશ બત્રાની નવી પિરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરી રહ્યો છે અને આ ફિલ્મનું ભાયખલામાં આવેલા એક મ્યુઝિયમમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતા કે આ ફિલ્મમાં સૈફ સાથે હિરોઇન તરીકે પ્રિયંકા ચોપડાને સાઇન કરવામાં આવી છે, પણ હવે માહિતી મળી છે કે પ્રિયંકા આ ફિલ્મનો હિસ્સો નથી.
ચર્ચા પ્રમાણે એ વાત સાચી છે કે સૈફ અને પ્રિયંકા આ ફિલ્મમાં પહેલી વખત સાથે કામ કરવાનાં હતાં, પણ મુંબઈમાં શૂટિંગનું શેડ્યુલ શરૂ થાય એ પહેલાં જ પ્રિયંકાએ ફિલ્મ છોડી દીધી હતી. હકીકતમાં પ્રિયંકાનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે શૂટિંગની તારીખોને લઈને મુશ્કેલી ઊભી થઈ હતી જેનો ઉકેલ ફિલ્મની ટીમ લાવી શકી નહોતી. હવે આ ફિલ્મમાં પ્રિયંકાની જગ્યાએ બીજી હિરોઇનની શોધખોળ ચાલી રહી છે.
