શ્રીદેવીની જન્મજયંતી નિમિત્તે પ્રિયંકા ચોપડાએ તેમની જીવનકથા ‘એમ્પ્રેસ : ધ ડેફિનિટિવ બાયોગ્રાફી ઑફ શ્રીદેવી’નું કવર સોશિયલ મીડિયા પર શૅર કરીને દિવંગત અભિનેત્રીને ખાસ રીતે યાદ કરી હતી.
શ્રીદેવીની જીવનકથા આવી રહી છે, પ્રિયંકા ચોપડાએ શૅર કર્યું બુક-કવર
૧૯૬૩ની ૧૩ ઑગસ્ટે જન્મેલી શ્રીદેવીની ગઈ કાલે જન્મજયંતી હતી અને એ નિમિત્તે પ્રિયંકા ચોપડાએ એક સરપ્રાઇઝ આપી હતી. શ્રીદેવીનાં જીવન, કરીઅર અને વ્યક્તિત્વ વિશે લખાઈ રહેલા પુસ્તક ‘એમ્પ્રેસ : ધ ડેફિનિટિવ બાયોગ્રાફી ઑફ શ્રીદેવી’નું કવર પ્રિયંકાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કરીને શ્રીદેવીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. શ્રીદેવીની આ જીવનકથા ટૂંક સમયમાં આવી રહી છે એમ પણ પ્રિયંકાએ લખ્યું હતું.
