બૉલીવુડના અનેક મોટા અભિનેતાઓ પડદા પર અને અંગત જીવનમાં આકર્ષક દેખાવા માટે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. કેટલાક હેર-પૅચનો ઉપયોગ કરે છે તો કેટલાકે હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.
સલમાન ખાને ટાલ પડતી અટકાવવા માટે કરાવી હતી ભારતમાં ગેરકાયદેસર ગણાતી PRP થેરપી
બૉલીવુડના અનેક મોટા અભિનેતાઓ પડદા પર અને અંગત જીવનમાં આકર્ષક દેખાવા માટે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. કેટલાક હેર-પૅચનો ઉપયોગ કરે છે તો કેટલાકે હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. રિપોર્ટ છે કે સલમાન ખાને ટાલ પડવાની સમસ્યા સામે લડવા માટે એવી ટ્રીટમેન્ટ લીધી હતી જે એ સમયે ભારતમાં ગેરકાયદેસર માનવામાં આવતી હતી. સલમાને આ ટ્રીટમેન્ટ કરાવી હોવાનો દાવો કરીને નિર્માતા શૈલેન્દ્ર સિંહે કહ્યું હતું કે તેણે સલમાનના ઘરે પોતાની આંખે આ ટ્રીટમેન્ટ થતી જોઈ હતી.
સલમાનની ટ્રીટમેન્ટ વિશે વાત કરતાં શૈલેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘જ્યારે સલમાન વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો ત્યારે તેણે પ્લેટલેટ રિચ પ્લાઝ્મા (PRP) થેરપીનો સહારો લીધો હતો. એક દિવસ હું કોઈ કામસર સલમાનના ઘરે ગયો હતો ત્યારે મેં મારી આંખે આખી પ્રક્રિયા જોઈ હતી. સલમાન બિરયાની ખાઈ રહ્યો હતો. એ જ સમયે પાછળથી એક વિચિત્ર દેખાતી વ્યક્તિ આવી અને તેણે સિરિન્જ બહાર કાઢીને સલમાનના માથામાં ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આખરે આ શું થઈ રહ્યું છે. મારા ચહેરા પરનું આશ્ચર્ય જોઈને સલમાને હસતાં-હસતાં કહ્યું કે ભાઈ... સ્ટાર બનવાની કિંમત ચૂકવવી પડે છે.’
