શિલ્પાનાં માતા-પિતાએ કેટલીક શરતો ન મૂકી હોત તો કદાચ બન્નેનું જીવન અલગ જ હોત. જોકે શિલ્પાનાં માતા-પિતા પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છે એ સ્વાભાવિક છે, પણ આનું પરિણામ હકારાત્મક નહોતું આવ્યું.
અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર ભૂતકાળમાં એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. જોકે બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું અને હવે બન્ને પોતપોતાની જિંદગીમાં આગળ વધી ચૂક્યાં છે. અક્ષય કુમારે પછી ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યાં છે, જ્યારે શિલ્પા શેટ્ટી હાલમાં બિઝનેસમૅન રાજ કુન્દ્રા સાથે સુખી વૈવાહિક જીવન જીવી રહી છે. હાલમાં નિર્માતા સુનીલ દર્શને એક ઇન્ટરવ્યુમાં શિલ્પા અને અક્ષયના સંબંધો પર કમેન્ટ કરીને તેમના બ્રેકઅપનાં કારણોની ચર્ચા કરી છે.
વાતચીત દરમ્યાન સુનીલ દર્શને ખુલાસો કર્યો કે ‘એક તબક્કે અક્ષય અને શિલ્પા લગ્ન કરવા માટે ગંભીર હતાં. તેઓ તેમના સંબંધને આગળ વધારવા વિશે ગંભીરતાથી વિચારી રહ્યાં હતાં, પરંતુ શિલ્પાનાં માતા-પિતાએ લગ્ન માટે હા કરવા પહેલાં કેટલીક શરતો મૂકી હતી અને જ્યારે આ શરતો પૂરી ન થઈ ત્યારે આ સંબંધમાં સમસ્યા ઊભી થઈ અને આખરે બન્નેએ બ્રેકઅપ કરી લીધું. જો શિલ્પાનાં માતા-પિતાએ કેટલીક શરતો ન મૂકી હોત તો કદાચ બન્નેનું જીવન અલગ જ હોત. જોકે શિલ્પાનાં માતા-પિતા પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છે એ સ્વાભાવિક છે, પણ આનું પરિણામ હકારાત્મક નહોતું આવ્યું.’


