બૉક્સ-ઑફિસ પર સીધી ટક્કર ટાળવા માટે નિર્માતાઓએ ‘કાલી ખેતી’ની રિલીઝ તારીખ આગળ વધારવાનો નિર્ણય લીધો છે.
ખેતી
જૅકી શ્રોફની આગામી ફિલ્મ ‘કાલી ખેતી’ની રિલીઝ-ડેટ નિર્માતાઓએ બદલી નાખી છે. થોડા દિવસ પહેલાં જ નવા પોસ્ટર સાથે ફિલ્મની તારીખ જાહેર કરવામાં આવી હતી, પણ હવે જૅકી શ્રોફ અને શરદ કેલકરની આ ફિલ્મ આગામી મહિને રિલીઝ થશે. ફિલ્મમાં બન્ને કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
થોડા દિવસ પહેલાં ‘કાલી ખેતી’ના પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ-ડેટ ૨૩ ઑક્ટોબર જાહેર કરવામાં આવી હતી. જોકે હવે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ આગળ વધારીને ૨૦ નવેમ્બર કરી દીધી છે. સોશ્યલ મીડિયા દ્વારા નિર્માતાઓએ ચાહકોને જાણકારી આપી છે કે ફિલ્મ હવે ૨૦ નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં જૅકી શ્રોફ અને શરદ કેલકર ઉપરાંત નેહા સરગમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
‘કાલી ખેતી’ની ટક્કર ‘પહલા પ્યાર દૂસરી બાર’ સાથે થવાની હતી, કારણ કે આ ફિલ્મ પણ ૨૩ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. બૉક્સ-ઑફિસ પર સીધી ટક્કર ટાળવા માટે નિર્માતાઓએ ‘કાલી ખેતી’ની રિલીઝ તારીખ આગળ વધારવાનો નિર્ણય લીધો છે.
