Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ રૉયને આજે પણ અફસોસ છે ડરનો શાહરુખ ખાનનો રોલ રિજેક્ટ કરવાનો

રાહુલ રૉયને આજે પણ અફસોસ છે ડરનો શાહરુખ ખાનનો રોલ રિજેક્ટ કરવાનો

Published : 31 August, 2026 11:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘આશિકી’થી રાતોરાત લોકપ્રિય બનેલા રાહુલ રૉયે શાહરુખ ખાનની કરીઅરને નવી ઊંચાઈ આપનારી ‘ડર’ ફિલ્મ ઠુકરાવવાનો અફસોસ વ્યક્ત કર્યો છે. યશ ચોપડાએ રાહુલને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની વાર્તા લખી હતી.

રાહુલ રોય

રાહુલ રોય


‘આશિકી’ ફિલ્મથી ચાહકોનાં દિલ જીતનાર રાહુલ રૉયની ગણતરી એક જ ફિલ્મથી લોકપ્રિય ઍક્ટર તરીકે થવા લાગી હતી. જોકે પછી તેની ફિલ્મોને ખાસ સફળતા ન મળતાં તેની કરીઅર આગળ વધી શકી નહોતી. સફળતાના આ તબક્કામાં રાહુલે અનેક મોટી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.



આ ફિલ્મોમાં શાહરુખ ખાનને સ્ટાર બનાવનાર ‘ડર’નો પણ સમાવેશ થાય છે અને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડવાનો રાહુલને આજે પણ અફસોસ છે. 
આ સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરતાં રાહુલે કહ્યું હતું કે ‘‘આશિકી’ હિટ થયા બાદ મારી પાસે ઘણા મોટા ફિલ્મમેકર્સની ફિલ્મોની ઑફર આવી હતી. એ સમયે યશ ચોપડા પણ એક ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા અને તેમણે મને ધ્યાનમાં રાખીને એની વાર્તા લખી હતી પણ મેં એ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. આ પછી ખબર પડી કે એ ફિલ્મ ‘ડર’ હતી. મારા માટે જે કૅરૅક્ટર લખવામાં આવ્યું હતું એ શાહરુખે ભજવ્યું હતું. આટલી મોટી ફિલ્મની ઑફર ઠુકરાવી દીધી એનો મને આજે પણ અફસોસ થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK