Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શું તમને લાગે છે કે તમે ભગવાન છો અને તમે કંઈ પણ કરી શકો છો?

શું તમને લાગે છે કે તમે ભગવાન છો અને તમે કંઈ પણ કરી શકો છો?

Published : 30 August, 2026 08:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ કોર્ટની ફટકાર બાદ FDAએ MCA ક્લબની રેસ્ટોરાંઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય ફેરવી તોળ્યો, અદાલતે કહ્યું...

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ


બૉમ્બે હાઈ કોર્ટની આકરી ટીકા બાદ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ શનિવારે કહ્યું હતું કે એ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ના ક્લબમાં કાર્યરત પાંચ રેસ્ટોરાંનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવાના એના આદેશને રદ કરશે. કોર્ટે FDAના અધિકારીઓને આવાં આકરાં પગલાં લેવાના આદેશો આપવા બદલ ચેતવણી આપી હતી. ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અણખડની બનેલી ડિવિઝન બેન્ચે FDA દ્વારા રજૂ કરાયેલા નવા નિરીક્ષણ-અહેવાલ પર વિચાર કર્યા પછી સસ્પેન્શન રદ કર્યું હતું. નવા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલી પાંચ રેસ્ટોરાં ફૂડ-સેફ્ટીની જરૂરિયાતોનું ૮૮ ટકા પાલન કરે છે.

બેન્ચે પ્રશ્ન કરતાં પૂછ્યું હતું કે ‘FDA કાનૂની સ્થિતિનું વિશ્લેષણ કરવાને બદલે વારંવાર ખોટી ઉતાવળમાં કેમ કામ કરી રહ્યું છે? અમારે કેટલી વાર સમજાવવાનો અને સંતુલિત કરવાનો પ્રયાસ કરવો જેથી FDAનું ખરાબ ન લાગે? અમે શા માટે કહીએ છીએ કે તલવારથી મચ્છરને ન મારો? શું તમને લાગે છે કે તમે ભગવાન છો અને તમે કંઈ પણ કરી શકો છો?’ 



FDAએ સિપ્લા ફાર્માનું લાઇસન્સ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો


મુંબઈ હાઈ કોર્ટે વધારે પડતું અને આપખુદશાહીભર્યું વર્તન કરવા બદલ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ને ફટકાર લગાવ્યા બાદ FDAએ શનિવારે પુણેમાં સિપ્લા ફાર્મા ઍન્ડ લાઇફ સાયન્સિસ લિમિટેડની દવાના વેચાણનું લાઇસન્સ રદ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો હતો. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ ૨૭ ઑગસ્ટથી રિએક્ટિન પ્લસ ટૅબ્લેટ્સના પૅકેજિંગ, સ્ટોરેજ અને રીકૉલ સંબંધિત ગંભીર ગેરરીતિઓ માટે પુણેના વાડકી ખાતે સિપ્લા ફાર્મા ઍન્ડ લાઇફ સાયન્સિસ લિમિટેડનાં દવાના વેચાણનાં લાઇસન્સ રદ કર્યાં હતાં. શુક્રવારે સાંજે સિપ્લા ફાર્મા ઍન્ડ લાઇફ સાયન્સિસે જણાવ્યું હતું કે એણે કાર્યવાહીને પડકાર ફેંક્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે FDAના આદેશમાં એનાં ઉત્પાદનોની સલામતી, ગુણવત્તા અથવા અસરકારકતા વિશે કોઈ ચિંતાનો આરોપ નથી કે એમાં કોઈ દરદીની સલામતીનો મુદ્દો સામેલ નથી અથવા સૂચવવામાં આવતો નથી.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK