Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી પહેલાં ડબલ ધમાલ

દિવાળી પહેલાં ડબલ ધમાલ

08 October, 2021 03:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હમ દો હમારે દો’ હવે ૨૯ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે ઑનલાઇન

‘હમ દો હમારે દો’નું પોસ્ટર

‘હમ દો હમારે દો’નું પોસ્ટર


રાજકુમાર રાવ અને ક્રિતી સૅનનની ‘હમ દો હમારે દો’ હવે ૨૯ ઑક્ટોબરે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે પરેશ રાવલ, રત્ના પાઠક શાહ અને અપારશક્તિ ખુરાના પણ લીડ રોલમાં છે. ‘બરેલી કી બર્ફી’ બાદ રાજકુમાર અને ક્રિતીની આ બીજી ફિલ્મ છે. ‘હમ દો હમારે દો’ને અભિષેક જૈને ડિરેક્ટ અને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ પહેલાં દિવાળી દરમ્યાન રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને દિવાળી પહેલાં જ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમારે કૅપ્શન આપી હતી કે ‘હમારા હીરો, ઉસકા પ્યાર ઔર ઉસકે અડૉપ્ટેડ માં-બાપ, મનાએંગે દિવાલી આપકે સાથ. ‘હમ દો હમારે દો’ ૨૯ ઑક્ટોબરે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમિંગ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2021 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK