સાંઈબાબાનાં દર્શન કર્યા બાદ રાજકુમારે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે મને ખૂબ સારું લાગે છે.
રાજકુમાર રાવે સાંઈબાબાના મંદિરે દર્શન કર્યા
રાજકુમાર રાવ શિર્ડીમાં આવેલા સાંઈબાબાના મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. આ દરમ્યાન તેણે પોતાની શ્રદ્ધા અને સાંઈબાબા સાથેના સંબંધ વિશે વાત કરી હતી. સાંઈબાબાનાં દર્શન કર્યા બાદ રાજકુમારે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે મને ખૂબ સારું લાગે છે. મનને ઘણી શાંતિ મળે છે. તક મળે ત્યારે હું અહીં આવતો રહું છું. બાળપણથી જ મને સાંઈબાબામાં ઊંડી શ્રદ્ધા છે. હું મારી મમ્મી સાથે સાંઈબાબાના મંદિરે જતો હતો. એ સમયે મારા મનમાં શિર્ડી આવવાની ઇચ્છા હતી, પણ ત્યાં કેવી રીતે પહોંચવું એની મને જાણ નહોતી. ૨૦૦૮માં જ્યારે હું પહેલી વાર મુંબઈ આવ્યો ત્યારે સૌથી પહેલાં શિર્ડીમાં બાબાનાં દર્શન કરવા પહોંચ્યો હતો. ત્યારથી લગભગ દર વર્ષે અહીં આવવાનો પ્રયાસ કરું છું.’
