રાકેશ રોશને દીકરા હૃતિકને પ્રેમભરી શુભેચ્છા પાઠવી
શેર કરેલી તસવીર
હૃતિક રોશનના પિતા અને ફિલ્મમેકર રાકેશ રોશને પણ પોતાના પુત્રને ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને દિલની વાત શૅર કરી છે. રાકેશ રોશને સોશ્યલ મીડિયા પર હૃતિકની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલી તસવીર શૅર કરી છે જેમાં હૃતિકનું બાળપણ અને યુવાની બન્ને એકસાથે જોવા મળે છે. આ તસવીર શૅર કરતાં રાકેશ રોશને લખ્યું હતું કે ‘ડુગ્ગુ, દરેક વર્ષે હું તને વધુ પ્રેમ કરું છું, જન્મદિવસ મુબારક.’


