શત્રુઘ્નનો રોલ કરી રહેલો નીતીશ શર્મા બૉલીવુડ સ્ટાર સાથે ગજબનું સામ્ય ધરાવતો હોવાથી લોકો આવી કમેન્ટ કરી રહ્યા છે
‘રામાયણ’નાં ટ્રેલર અને ગીતોમાં નીતીશને જોઈને લોકોને લાગે છે કે તેનો ચહેરો કાર્તિક આર્યનને ઘણો બધો મળતો આવે છે.
પાંચમી નવેમ્બરે રિલીઝ થનારી નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. હવે ધીમે-ધીમે ફિલ્મનાં અન્ય પાત્રો વિશેની વિગતો પણ સામે આવી રહી છે. આ ફિલ્મમાં નીતીશ શર્મા નામનો ઍક્ટર શત્રુઘ્નની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી તે બૉલીવુડમાં ડેબ્યુ પણ કરશે. જોકે ડેબ્યુ પહેલાં જ નીતીશે પોતાના લુક દ્વારા ફૅન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
‘રામાયણ’નાં ટ્રેલર અને ગીતોમાં નીતીશને જોઈને લોકોને લાગે છે કે તેનો ચહેરો કાર્તિક આર્યનને ઘણો બધો મળતો આવે છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો નીતીશના દેખાવની સરખામણી કાર્તિક આર્યન સાથે કરી રહ્યા છે.
