Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણનું ટ્રેલર રિલીઝ થાય એ પહેલાં જ એની ક્લિપ ફરવા માંડી

રામાયણનું ટ્રેલર રિલીઝ થાય એ પહેલાં જ એની ક્લિપ ફરવા માંડી

Published : 21 July, 2026 12:54 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થતા પહેલાં તેનો એક ભાગ સોશિયલ મીડિયા પર લીક થયો છે. નવી દિલ્હીની ખાસ ઇવેન્ટમાં મોબાઇલથી રેકોર્ડ કરાયેલો વીડિયો વાયરલ થતાં મેકર્સે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને ચાહકોને 24 જુલાઈએ આવનારા સત્તાવાર ટ્રેલર જોવા અપીલ કરી

શનિવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી સ્પેશ્યલ ઇવેન્ટમાં ટીમ ‘રામાયણ’.

શનિવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી સ્પેશ્યલ ઇવેન્ટમાં ટીમ ‘રામાયણ’.


નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ થાય એ પહેલાં જ પાઇરસીનો શિકાર બન્યું છે. તાજેતરમાં ફિલ્મની નવી દિલ્હીમાં યોજાયેલી વિશેષ ઇવેન્ટ દરમ્યાન કોઈએ મોબાઇલમાં રેકૉર્ડ કરેલો અંદાજે ૧ મિનિટ ૨૮ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. આ ફુટેજમાં ભગવાન શ્રી રામના સ્વરૂપમાં રણબીર કપૂરની એન્ટ્રી અને પિતા દશરથના વચનનું પાલન કરતાં દૃશ્યોની ઝલક જોવા મળી રહી છે.
આ ઘટના બાદ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા અને ફિલ્મની કાનૂની ટીમે કડક વલણ અપનાવીને ઇન્ટરનેટ પરથી આ લીક થયેલી ક્લિપને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. રેડિટનાં અનેક પેજ પરથી આ વિડિયો હટાવી દેવામાં આવ્યો છે, જોકે એેને સંપૂર્ણપણે દૂર કરવામાં હજુ પણ મુશ્કેલી પડી રહી છે. 
ફિલ્મના મેકર્સે આ સંજોગોમાં ચાહકોને અપીલ કરી છે કે તેઓ આવી ગેરકાયદે લીક થયેલી ક્લિપો ન જુએ અને ૨૪ જુલાઈએ રોજ રિલીઝ થનારા સત્તાવાર ટ્રેલરની રાહ જુએ.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 12:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK