ગુજરાતી નૂતન વર્ષના ઉત્સવ અને દિવાળીની ઉજવણીને કારણે ફિલ્મના બૉક્સ-ઑફિસ બિઝનેસને સતત ફાયદો મળી રહ્યો છે. ફિલ્મના પહેલા અઠવાડિયાના અંત સુધીમાં કુલ કમાણી ૪૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.
રામાયણ
‘રામાયણ’ના હિન્દી વર્ઝન માટે મંગળવાર વધુ એક શાનદાર દિવસ સાબિત થયો છે. સોમવારે દિવાળીના દિવસે એક જ દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૯૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાવ્યા બાદ ફિલ્મે મંગળવારે છઠ્ઠા દિવસે પણ પોતાની ધમાકેદાર કમાણી જાળવી રાખી હતી. આ સાથે ફિલ્મે મંગળવારની કમાણીનો નવો રેકૉર્ડ પણ સ્થાપિત કર્યો છે. ‘રામાયણ’ના હિન્દી વર્ઝનની મંગળવાર સુધીની ભારતમાં નેટ કમાણી ૩૪૫.૨૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
ગુજરાતી નૂતન વર્ષના ઉત્સવ અને દિવાળીની ઉજવણીને કારણે ફિલ્મના બૉક્સ-ઑફિસ બિઝનેસને સતત ફાયદો મળી રહ્યો છે. ફિલ્મના પહેલા અઠવાડિયાના અંત સુધીમાં કુલ કમાણી ૪૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.
ADVERTISEMENT
|
રામાયણ (હિન્દી વર્ઝન)નું પહેલા અઠવાડિયાનું કલેક્શન |
|
|
ગુરુવાર |
૪૭ કરોડ રૂપિયા |
|
શુક્રવાર |
૩૮.૨૫ કરોડ રૂપિયા |
|
શનિવાર |
૫૩ કરોડ રૂપિયા |
|
રવિવાર |
૩૭ કરોડ રૂપિયા |
|
સોમવાર |
૯૫ કરોડ રૂપિયા |
|
મંગળવાર |
૭૫.૦૩ કરોડ રૂપિયા |
|
કુલ કમાણી |
૩૪૫.૨૮ કરોડ રૂપિયા |
