રાની મુખરજી હાલમાં વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ ધામ પહોંચી હતી અને બાબા કેદારનાં દર્શન કર્યાં હતાં
આ પછી તેણે કેદારનાથ ધામમાં ચાલી રહેલાં પુનર્નિર્માણનાં કામો તથા યાત્રાની વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવી હતી
રાની મુખરજી હાલમાં વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ ધામ પહોંચી હતી અને બાબા કેદારનાં દર્શન કર્યાં હતાં. શ્રાદ્ધ પક્ષના અવસરે તેણે પોતાના પિતૃઓની સ્મૃતિમાં વિશેષ પૂજા-અર્ચના કરાવી હતી અને બાબા કેદારના આશીર્વાદ મેળવ્યા હતા. તીર્થ પુરોહિતે રાનીને વિધિપૂર્વક પૂજા-અર્ચના કરાવી હતી.
કેદારનાથ ધામ પહોંચ્યા બાદ રાનીએ મંદિરમાં દર્શન કરીને બાબા કેદાર પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. પૂજા-અર્ચના બાદ તેણે ધામની પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણનો પણ અનુભવ કર્યો હતો. આ પછી તેણે કેદારનાથ ધામમાં ચાલી રહેલાં પુનર્નિર્માણનાં કામો તથા યાત્રાની વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવી હતી.
