Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહ ચાણક્ય અને યશ ચંદ્રગુપ્ત મૌર્ય?

રણવીર સિંહ ચાણક્ય અને યશ ચંદ્રગુપ્ત મૌર્ય?

Published : 17 November, 2026 11:25 AM | Modified : 17 November, 2026 11:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદિત્ય ધરની ઐતિહાસિક ફિલ્મમાં આ બન્ને સ્ટાર્સ સાથે કામ કરશે એવી ચર્ચા છે.

આદિયત ધર અને યશ

આદિયત ધર અને યશ


ફિલ્મમેકર આદિત્ય ધર મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના જીવન પર આધારિત ઐતિહાસિક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝી દ્વારા બ્લૉકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ હવે તેમના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચા શરૂ થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ માટે રણવીર સિંહ અને યશનાં નામ સામે આવ્યાં છે. જોકે આદિત્ય ધર કે આ બન્ને કલાકારોમાંથી કોઈએ પણ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ધુરંધર’ની સફળતા બાદ આદિત્ય ધરના આગામી સંભવિત પ્રોજેક્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે.  મળતી માહિતી પ્રમાણે આ ઐતિહાસિક ડ્રામામાં ચંદ્રગુપ્ત મૌર્યના જીવન અને મૌર્ય સામ્રાજ્યના ઉદયની કહાની દર્શાવવામાં આવશે. ફિલ્મની કહાનીમાં ચાણક્યનું પાત્ર પણ મહત્ત્વનું હોવાની શક્યતા છે. ચાણક્ય એક રાજકીય રણનીતિકાર અને સલાહકાર હતા. ચંદ્રગુપ્ત મૌર્યને સત્તા સુધી પહોંચાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વિજય સેતુપતિ, અક્ષય ખન્ના, જુનિયર એનટીઆર, ફહાદ ફાસિલ અને પૃથ્વીરાજ સુકુમારન પણ કામ કરી શકે છે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK