ફિલ્મના સર્જક ફરહાન અખ્તરે તેને ગેરવાજબી ડિમાન્ડ્સને કારણે પડતો મૂક્યો હોવાની ચર્ચા
રણવીર સિંહની ફાઇલ તસવીર
‘ધુરંધર’ની ધૂમ સફળતા પછી રણવીર સિંહે ‘ડૉન 3’ છોડી દીધી છે એવા રિપોર્ટ્સ તાજેતરમાં વહેતા થયા હતા, પણ હવે કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો છે. હવે એવી વાતો ઊપડી છે કે રણવીરને ‘ડૉન 3’માંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મના સર્જક ફરહાન અખ્તરે તેને ગેરવાજબી ડિમાન્ડ્સને કારણે પડતો મૂક્યો હોવાની ચર્ચા છે.


