શૂટિંગ-સેટ પર રણવીર સિંહની આ મસ્તીભરી વાતચીતે જીત્યાં ચાહકોનાં દિલ
રણવીર સિંહ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નજીકના ભવિષ્યમાં બીજી વખત મમ્મી-પપ્પા બનવાનાં છે અને હાલમાં રણવીર બહુ ખુશખુશાલ છે. હાલમાં રણવીરના શૂટિંગ-સેટ પરથી એક વિડિયો ચર્ચામાં છે જેમાં તે એક મૉડલ સાથે મસ્તીભરી વાતચીત કરતો જોવા મળે છે અને એ સમયે રણવીરે કરેલી કમેન્ટ તેના ફૅન્સને બહુ પસંદ પડી રહી છે. ચર્ચામાં આવેલો આ વિડિયો એપ્રિલ મહિનાનો છે અને એને ઍક્ટ્રેસ-મૉડલ દીક્ષા નારંગે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. પોતાનો અનુભવ જણાવતાં દીક્ષાએ કહ્યું હતું કે ‘અમે ઍડનું શૂટિંગ કરી રહ્યાં હતાં અને આ દરમ્યાન કૉફી બ્લેન્ડર અચાનક બંધ પડી જતાં મને રણવીર સાથે વાત શરૂ કરવાની તક મળી. મેં મજાકમાં ‘કૉફી કેમિસ્ટ્રી’ની વાત કરી પણ તે કંઈક અલગ સમજ્યો. આ પછી રણવીર થોડી ક્ષણ માટે અટક્યો, સ્માઇલ કરી અને પછી શરમાતાં-શરમાતાં મજાકમાં કહ્યું હતું કે ‘કેટલું ફ્લર્ટ કરી રહી છે... હું તો બે બાળકોનો પિતા બનવાનો છું યાર!’ રણવીરની આ કમેન્ટ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ હસી પડી હતી અને ફૅન્સે પણ રણવીરની હાજરજવાબી અને મૈત્રીપૂર્ણ સ્વભાવની પ્રશંસા કરી હતી.
