‘ધુરંધર’ની સફળતા બાદ હવે રણવીર સિંહ ‘પ્રલય’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ઝોમ્બી સર્વાઇવલ થ્રિલર છે
રણવીર સિંહ
‘ધુરંધર’ની સફળતા બાદ હવે રણવીર સિંહ ‘પ્રલય’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ઝોમ્બી સર્વાઇવલ થ્રિલર છે. રિપોર્ટ મુજબ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે અને ફિલ્મનો મોટો ભાગ ઑસ્ટ્રેલિયામાં શૂટ કરવામાં આવશે. રણવીરે આ પ્રોજેક્ટ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.
‘પ્રલય’નું શૂટિંગ મુખ્યત્વે ઑસ્ટ્રેલિયામાં થશે અને એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ફિલ્મના વિશાળ સ્તરને ધ્યાનમાં રાખીને એના કલાકારોએ માનસિક રીતે સખત તૈયારી શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ઑસ્ટ્રેલિયામાં ચાલી રહ્યું છે. નિર્માતાઓ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં એની વિશાળ પોસ્ટ-ઍપોકૅલિપ્ટિક દુનિયા તૈયાર કરવા પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ‘પ્રલય’ મોટા પ્રમાણમાં વિઝ્યુલ ઇફેક્ટ્સ આધારિત હશે. હાલમાં ફિલ્મની લેખન-ટીમ સ્ક્રીનપ્લે અને વિશાળ ઝોમ્બી દુનિયાને વધુ અસરકારક બનાવવા માટે સતત કામ કરી રહી છે.
