ડિરેક્ટર આદિત્ય ધરે સેટ પરની સિક્યૉરિટી વધારી દીધી
અક્ષય ખન્ના (વચ્ચે)
‘ઉરી’ના સર્જક આદિત્ય ધરની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના રણવીર સિંહ અને અક્ષય ખન્નાના લુક ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા. આ લીકેજને પગલે આદિત્ય ધરે સેટ પર સિક્યૉરિટી વધારી દીધી છે. આદિત્ય ધરે કહ્યું હતું કે ‘અમે એક મહત્ત્વનો ઍક્શન સીન અડધો શૂટ કર્યો હતો ત્યાં તો એનો વિડિયો સોશ્યલ મીડિયા પર પહોંચી ગયો હતો. અમારા ઍક્ટરોના આ જે લુક છે એ એક ભવ્ય કૅમ્પેનમાં જાહેર કરવાના હતા.’