છેલ્લા કેટલાક સમયથી રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાએ સગાઈ કરી લીધી હોવાની ચર્ચા ચાલી રહી છે
રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા
છેલ્લા કેટલાક સમયથી રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાએ સગાઈ કરી લીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બન્નેએ આ વાતની સત્તાવાર જાહેરાત નથી કરી પણ બન્ને જાહેરમાં અનેક વખત તેમની એન્ગેજમેન્ટ રિંગ દેખાડી ચૂક્યાં છે અને રિલેશનશિપનો આડકતરો એકરાર કરી ચૂક્યાં છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રશ્મિકા અને વિજય સગાઈ પછી આગામી વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. તેમનાં લગ્ન અત્યંત પ્રાઇવેટ રહેશે જેમાં માત્ર તેમના નજીકના મિત્રો અને પરિવારના લોકો જ સામેલ થશે.


