Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવા વર્ષે બન્ને સંતાનો સાથે રવીના ટંડને લીધા ભગવાન મહાકાલના આશીર્વાદ

નવા વર્ષે બન્ને સંતાનો સાથે રવીના ટંડને લીધા ભગવાન મહાકાલના આશીર્વાદ

Published : 18 November, 2026 12:31 PM | Modified : 18 November, 2026 01:14 PM | IST | Ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મંદિરની મુલાકાતનો અનુભવ શૅર કરતાં રવીનાએ કહ્યું હતું કે ‘આજે મારા માટે ખૂબ જ સૌભાગ્યશાળી દિવસ છે, કારણ કે હું મારા દીકરા અને દીકરી બન્નેને સાથે લઈને આવી છું. મારી દીકરી અગાઉ પણ મારી સાથે આવી ચૂકી છે.

રવીના ટંડન તેના સંતાનો સાથે

રવીના ટંડન તેના સંતાનો સાથે


દિવાળી પછી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રવીના ટંડને ગઈ કાલે સવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે તેની સાથે દીકરી રાશા અને દીકરો રણબીરવર્ધન થડાણી પણ હતાં. રવીનાએ બન્ને સંતાનો સાથે ભગવાન મહાકાલનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.

આ મંદિરની મુલાકાતનો અનુભવ શૅર કરતાં રવીનાએ કહ્યું હતું કે ‘આજે મારા માટે ખૂબ જ સૌભાગ્યશાળી દિવસ છે, કારણ કે હું મારા દીકરા અને દીકરી બન્નેને સાથે લઈને આવી છું. મારી દીકરી અગાઉ પણ મારી સાથે આવી ચૂકી છે, કારણ કે અમે તમામ ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરી લીધાં છે, પણ આજે મારો દીકરો પણ આવ્યો છે અને અમારી સાથે અન્ય સગાંસંબંધીઓ તથા મિત્રો પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 01:14 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK