રિદ્ધિમા પંડિતે ફરી એક વાર કરી ચોખવટ
ટીવી-ઍક્ટર રિદ્ધિમા પંડિત, શુબમન ગિલ
ભારતીય ક્રિકેટર શુબમન ગિલ અને ટીવી-ઍક્ટર રિદ્ધિમા પંડિતનાં લગ્નની અફવા ફરી એક વખત ચગી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેઓ લગ્ન કરવાનાં છે એ ચર્ચાએ જોર પકડ્યું હતું. રિદ્ધિમાના કામની વાત કરીએ તો તેણે ‘બહૂ હમારી રજનીકાન્ત’ અને ‘ખતરા ખતરા’માં કામ કર્યું હતું. હવે ફરી એક વખત આ અફવા ફેલાઈ છે. એને લઈને ચોખવટ કરતાં રિદ્ધિમા જણાવે છે કે એમાં કોઈ વાસ્તવિકતા નથી. એ વિશે રિદ્ધિમા કહે છે, ‘પહેલી વાત તો એ કે હું તેને નથી ઓળખતી. તે અદ્ભુત સ્પોર્ટ્સપર્સન છે, પરંતુ હું તેને ઓળખતી નથી. હું જ્યારે તેને મળીશ તો મને પૂરી ખાતરી છે કે આ અફવા પર અમે બન્ને ખૂબ હસવાનાં છીએ. તે ખૂબ-ખૂબ ક્યુટ છે, પરંતુ કમનસીબે અમારી વચ્ચે આવું કંઈ નથી.’

