ફિલ્મના ડિરેક્ટર સુભાષ ઘઈએ વર્ષો બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો
રિશી કપૂર
આજે ક્લાસિક તરીકે ઓળખાતી ફિલ્મ ‘કર્ઝ’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ ગઈ હતી. આ નિષ્ફળતાની સૌથી વધુ અસર હીરો રિશી કપૂર પર થઈ હતી. ફિલ્મના ડિરેક્ટર સુભાષ ઘઈએ વર્ષો બાદ ખુલાસો કર્યો છે કે ફિલ્મ ફ્લૉપ જતાં માત્ર રિશી કપૂર જ નહીં પણ સમગ્ર ટીમ નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિમાંથી પસાર થઈ હતી.
‘કર્ઝ’ની નિષ્ફળતા વિશે વાત કરતાં સુભાષ ઘઈએ જણાવ્યું હતું કે ‘‘કર્ઝ’ પ્રત્યે સમગ્ર ટીમને ખૂબ આશાઓ હતી પણ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહોતી. રિશી આ પરિણામથી ખૂબ નિરાશ થઈ ગયો હતો અને ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો. ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માટે એ સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. શરૂઆતમાં નિષ્ફળ રહેલી ‘કર્ઝ’ને વર્ષો બાદ દર્શકોએ નવા દૃષ્ટિકોણથી સ્વીકારી. ફિલ્મની અનોખી વાર્તા, સંગીત અને રજૂઆતને કારણે એ ધીમે-ધીમે ક્લાસિક બની ગઈ અને આજે ભારતીય સિનેમાની યાદગાર ફિલ્મોમાં એની ગણના થાય છે.’
